કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં – આદિલ મન્સુરી: Gujarati Kavita

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram ID Join Now

Gujarati Kavita ” કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં ! ” Ye Khub Lokpriya Che. Aa Gujarati Kavita Na Writer ” આદિલ મન્સૂરી ” Che. Je Gujarat Ma Khub Lokpriya Che. Aa Article Ma Tamne Gujarati Kavita Vishe Mahiti Aapvama Aviyu Che. Gujarat ma Kavita Ne Visesh Mahatva Aapvama Aviyu Che.

કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં – આદિલ મન્સુરી: Gujarati Kavita

કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં !
મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં !

રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ
માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં !

કેટલો ફિક્કો અને નિસ્તેજ છે બીમાર ચાંદ
કેટલી ઝાંખી પડી ગઈ ચાંદની વરસાદમાં !

કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં
કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં !

એક તું છે કે તને કંઇ પણ નથી થાતી અસર,
ભેટવા દરિયાને ઊછળે છે નદી વરસાદમાં.

લાખ બચવાના કર્યા એણે પ્રયત્નો તે છતાં
છેવટે ‘આદિલ’ હવા પલળી ગઇ વરસાદમાં.

– આદિલ મન્સૂરી

2 thoughts on “કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં – આદિલ મન્સુરી: Gujarati Kavita”

Leave a Comment