કોણ અજવાળું અડે આ પડછાયો પડે ? – ‘અગમ’ પાલનપુરી : Gujarati Kavita. ગુજરાતી કવિતા એ ગુજરાતી સાહિત્યનો એક સુંદર અને સમૃદ્ધ ભાગ છે. તે ભાવનાઓ, વિચારો, અનુભવો અને કલ્પનાને શબ્દોના માધ્યમથી વ્યક્ત કરે છે. ગુજરાતી કવિતા ભક્તિ, પ્રેમ, પ્રકૃતિ, સામાજિક વિષયો અને દાર્શનિક વિચારો જેવા વિવિધ વિષયો પર આધારિત છે. ગુજરાતી કવિતાનો ઇતિહાસ ઘણો પુરાણો છે અને તેમાં નરસિંહ મહેતા, અખો, દયારામ, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ, અને બીજા અનેક મહાન કવિઓનો સમાવેશ થાય છે.

કોણ અજવાળું અડે આ પડછાયો પડે ? – ‘અગમ’ પાલનપુરી : Gujarati Kavita
કોણ અજવાળું અડે આ પડછાયો પડે ?
છું સ્વયમ્ પ્રાકટ્યમાં તો કોણ આ મારા વડે ?
દૃષ્ટિ થાકી, લોથ થઈ આવી ભલે ચરણે પડે;
ક્યાં કદી આનંત્ય-પથનો વેગળે છેડો જડે ?
કોણ ચાવી ? કોણ તાળું ? કોણ શું આપસ મહીં ?
હું ઉઘાડું જ્યાં મને; શી વાત છે તું ઊઘડે ?
આંખ મીંચીનેય તુજથી પ્રેમ-સંલગ્ને રહું;
દૃશ્ય પેલે પાર શું, અદૃશ્યમાં પણ તું જડે !
બુંદ પણ મુજ સ્નેહ નિત સર્વસ્વ તુજ સાગર ભણી;
હોય તું ‘પાણી… જ પાણી’…કાં’ ન પાણી પરવડે ?
– ‘અગમ’ પાલનપુરી
g7JuQ2kykvr