છેલ્લે તો આપણે બે જ હોઈશું – ‘અજ્ઞાત’ : Gujarati Kavita. ગુજરાતી કવિતા એ ગુજરાતી સાહિત્યનો એક સુંદર અને સમૃદ્ધ ભાગ છે. તે ભાવનાઓ, વિચારો, અનુભવો અને કલ્પનાને શબ્દોના માધ્યમથી વ્યક્ત કરે છે. ગુજરાતી કવિતા ભક્તિ, પ્રેમ, પ્રકૃતિ, સામાજિક વિષયો અને દાર્શનિક વિચારો જેવા વિવિધ વિષયો પર આધારિત છે. ગુજરાતી કવિતાનો ઇતિહાસ ઘણો પુરાણો છે અને તેમાં નરસિંહ મહેતા, અખો, દયારામ, ઝવેરચંદ મેઘાણી, ઉમાશંકર જોશી, સુંદરમ, અને બીજા અનેક મહાન કવિઓનો સમાવેશ થાય છે.

છેલ્લે તો આપણે બે જ હોઈશું…
છેલ્લે તો આપણે બે જ હોઈશું…
ભલે ઝગડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
જે કહેવું હોય એ કહી લે, જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાં(ડેન્ચર–ચશ્માં) શોધવા છેલ્લે તો આપણે બે જ હોઈશું.
હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
આંખો જયારે ઝાંખી થશે, યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
ઘુંટણ જ્યારે દુઃખશે, કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે, આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
સાથ જ્યારે છુટી જશે, વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા, છેલ્લે તો આપણે બે જ હોઈશું.
‘અજ્ઞાત’
આ કવિતા આંખો દ્વારા વ્યક્ત થતી ભાવનાઓને વર્ણવે છે. ગુજરાતી કવિતા ભાષા, સંસ્કૃતિ અને ભાવનાઓનો એક સુંદર મિશ્રણ છે, જે વાચકને ભાવવિભોર કરી દે છે. જો તમને ગુજરાતી કવિતા પ્રત્યે રુચિ હોય, તો તમે ગુજરાતી કવિઓની રચનાઓ વાંચી શકો છો અને તેમની કલ્પનાશક્તિ અને શબ્દચાતુર્યનો આનંદ લઈ શકો છો.
GOAqCijJbVn