દિવાળી પર્વની શુભેચ્છાઓ | Diwali Wishes in Gujarati 2024

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram ID Join Now

Diwali Wishes in Gujarati 2024 | Happy Diwali images

દિવાળી એ ભારતનો સૌથી મહત્વનો અને ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે. આ તહેવારને પ્રકાશનું પર્વ પણ કહેવામાં આવે છે. દિવાળીના દિવસે ઘરોને દીવાઓથી સજાવવામાં આવે છે અને ફટાકડા ફોડવામાં આવે છે. આ દિવાળી તહેવાર પર હું તમારા માટેગુજરાતીમાં દિવાળી શુભેચ્છાઓ, શુભકામનાઓશાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.

દિવાળી ઉજવવા પાછળ અનેક પૌરાણિક કથાઓ છે. એક કથા અનુસાર, ભગવાન રામ 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પરત ફર્યા હતા તે દિવસે દિવાળી ઉજવવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે આ દિવસે લોકોએ રામચંદ્રના આગમનની ખુશીમાં દીવા પ્રગટાવ્યા હતા.

દિવાળીનો તહેવાર માત્ર હિંદુઓ જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ ઉજવે છે. દિવાળીનો તહેવાર એ એકતા અને ભાઈચારાનો સંદેશો આપે છે. દિવાળીના દિવસે લોકો એકબીજાને મળીને મિષ્ઠાન ખાય છે અને ભેટ આપે છે. દિવાળીનો તહેવાર આપણને અંધકાર પર પ્રકાશનો વિજય અને બુરાઈ પર સારાઈનો વિજયની યાદ અપાવે છે.


happy diwali wishes in Gujarati| Diwali 2024


પ્રકાશનો આ પાવન પર્વ દિવાળી આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેમજ દરેકનું જીવન પ્રકાશમય બને તેવી આરાધ્ય દેવ ભગવાન શ્રી રામને અંતરમનથી પ્રાર્થના.🎉🪔


દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનના અનંત આશીર્વાદ લઈને આવે.✨🎆

રંગોળી નો રંગ જામ્યો પ્રકાશનો તહેવાર આવ્યો
મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને દિવાળીની ખુબ ખુબ શુભેચ્છાઓ.💥🪔


ઝળહળતા દિપકની જેમ આપનું જીવન હર હંમેશ પ્રકાશિત રહે તેવી પ્રાર્થનાઓ
પ્રકાશના મહાપર્વ દિવાળીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ🎉🪔

દીવડાઓના અજવાશનું આ પર્વ આપ સૌનાં જીવનમાં અનેરી રોશની સાથે સૌભાગ્યમાં વૃદ્ધિ કરે એવી પ્રાર્થના
દિવાળીની હાર્દિક શુભકામનાઓ.🎉🪔


દીવડાઓના અજવાશનું આ પર્વ આપ સૌનાં જીવનમાં અનેરી રોશની સાથે, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ કરે એવી પ્રભુ શ્રી રામજીના ચરણોમાં પ્રાર્થના.🙏🏻

અજવાશનું આ પર્વ આપ સૌનાં જીવનમાં અનેરી રોશની લઇને આવે, રંગોળીનાં તમામ રંગ આપનાં જીવનમાં ઉમેરાતા રહે, સુખ-સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થતી રહે એવી શુભકામનાઓ.🧨✨


આપ સૌને દિવાળીના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ.
આ દિવાળી આપ સૌના જીવનમાં ખુશી,સુખ,શાંતિ,આરોગ્ય અને સમૃદ્ધિ લાવે તેવી મંગલકામનાઓ.💥🪔


tag:
happy diwali wishes
happy diwali images
happy diwali
diwali 2024
diwali celebration
diwali special

1 thought on “દિવાળી પર્વની શુભેચ્છાઓ | Diwali Wishes in Gujarati 2024”

Leave a Comment