ધૈર્યરાજ ને કેટલા કરોડ નું ફંડ મળ્યું અને હજુ કેટલું બાકી તે જાણો
મહીસાગર જિલ્લા ના કાનેસર ગામમાં અને હાલ માં ગોધરા રહેતા રાજદીપસિંહ રાઠોડ ના દીકરા ધૈર્યરાજ રાઠોડ ની ઉંમર માત્ર ૩ માસની છે. જોતા તે એકદમ તંદુરસ્ત લાગે છે.
પણ જન્મ ના માત્ર દોઢ મહિનામાં જ શરીર માં એકદમ પરિવર્તન લાગતા ચિંતિત માતા-પિતાએ ડોક્ટરને બતાવ્યું ત્યારે ખબર પડી છે, કે ધૈર્યરાજ ને (એસ એમ એ વન) નામની ગંભીર બીમારી છે.
આપનું નાનું એવું ડોનેશન એક બાળકનો જીવ બચાવવામાં મદદરુપ થઈ શકે છે.
ધૈર્યરાજ ને ઇન્કેકશન માટે ૧૬ કરોડ ની જરૂરીયાત છે. એનજીઓ દ્વારા ધૈર્યરાજની સારવાર માટે ફંડ એકત્રિત કરી રહ્યા છે. જોકે અત્યારે ધૈર્યરાજ ની સારવાર માટે પૈસા એકત્રિત થઈ રહ્યા છે. મોટી વાત એ છે કે પરિવાર ને માસુમ બાળક બચવા માટે માત્ર ૧ વર્ષ નો સમય છે.
માટે લોકો દિલ ખોલીને દાન પણ કરી રહ્યા છે, ૩૯ દિવસ માં ધૈર્યરાજ માટે ૧૫ કરોડ ૬૨ લાખની આસપાસ ફંડ મળી ચૂક્યું છે. બાકીનું ૩૭ લાખની આસપાસનું ફંડ પણ ઝડપથી ભેગું થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના.
તે માટે કલાકારો સહીત ગણા લોકો જલ્દી ફંડ ભેગું થાય તે માટે સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ સુધી મેસેજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દાન એકત્રિત કરવા માટે તો આપ સૌ પણ ફૂલ નહિ તો ફૂલની પાંખડી દાન આપીને એક માસુમ બાળક નો જીવ બચાવીએ.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.