પથ્થરોને ચાંદની ડસતી રહી – આદિલ મન્સૂરી : Gujarati Kavita

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram ID Join Now

Gujarati Kavita ” પથ્થરોને ચાંદની ડસતી રહી, ” Ye Khub Lokpriya Che. Aa Gujarati Kavita Na Writer ” આદિલ મન્સૂરી ” Che. Je Gujarat Ma Khub Lokpriya Che. Aa Article Ma Tamne Gujarati Kavita Vishe Mahiti Aapvama Aviyu Che. Gujarat ma Kavita Ne Visesh Mahatva Aapvama Aviyu Che.

પથ્થરોને ચાંદની ડસતી રહી – આદિલ મન્સૂરી : Gujarati Kavita

પથ્થરોને ચાંદની ડસતી રહી,
રાત ખૂણામાં ઉભી હસતી રહી.

શ્વાન તો પોઢી ગયા મધરાતના,
ને ગલી એકાંન્તની ભસતી રહી.

મન, જે એના સ્પર્શને ઝંખી રહ્યું.
આંખ એના હેમને કસતી રહી.

આંખ તો કયારેય સુકાઈ નહીં.
ને હ્યદયમાં ભેખડો ધસતી રહી.

મારા પડછાયાને હું ધકકેલતો,
એની છાયા લઈને એ ખસતી રહી.

સેંકડો આવ્યા અને ચાલ્યા ગયા,
તોય દુનિયામાં ઘણી વસ્તી રહી.

અંતકાળે લેશ પણ પીડા નથી.
જિંદગીભર મોતની મસ્તી રહી.

આદિલ મન્સૂરી

2 thoughts on “પથ્થરોને ચાંદની ડસતી રહી – આદિલ મન્સૂરી : Gujarati Kavita”

Leave a Comment