200+ Best Gujarati Shayari – Romantic, Love, Sad & Friendship Shayari Collection

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Instagram ID Join Now
200+ Best Gujarati Shayari – Romantic, Love, Sad & Friendship Shayari
“આનંદ એવી વસ્તુ છે, જે તમારી પાસે નહીં હોવા
 છતાં …
તમે ધારો તો બીજાને આપી શકો છો.”.

જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,
‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !’દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..
‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!

જીવતા માં-બાપને સ્નેહથી સાંભળશો,
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવાનો
શું અર્થ…?
સાથે બેસી જમવાની ઈચ્છા એમની,
પ્રેમથી પુરી કરો..
પછી આખા ગામને લાડવા જમાડવાનો
શું અર્થ…

નિયત સાફ રાખો સાહેબ,
કપડાં મેલા હશે તો ચાલી જશે…🙏

*મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,*

*કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે,*

❤️🧡💚

મારા  નાનકડા  ખિસ્સાને તેના
માપ કરતાં મોટું સપનું  જાગ્યું ,
બસ , ત્યારથી  જ, પેલી  સુખ – શાંતિને ખોટું લાગ્યું…!

એના વાળની મહેક પરથી લાગે છે
કે ફૂલો પણ સુગંધ
ત્યાથી જ ચોરી જતાં હશે….

*કેમેરો📸* હોય કે *વ્યક્તિ…*

જેવું એમનું *ફોકસ* બીજા પર પડવા લાગશે એટલે
તમે ઓટોમેટિક *બ્લર* થઈ જશો!⏱

✌️🖤💯

*કોણ હસાવી ગયુ કે કોણ ફસાવી ગયુ
એ મહત્ત્વનું નથી પરંતુ…
અનુભવ ની નિશાળમાં કોણ કયા વર્ગમાં બેસાડી ગયુ એજ મહત્ત્વ નું છે…✍️✍️*

સમજાવવાનો કે સમજવાનો જ્યાં કદી ભાર ન લાગે એવા સબંધને જામતા વાર ન લાગે !
ખાસ વ્યક્તિ પર એટલા પણ આરોપ ના મુકવા, કે પછી કહેવા માટે Sorry પણ ઓછું પડે!! 🌱🌿
યાદો કેવી કમાલ કરે છે
ક્યારેક લાવે સ્મિત તો
ક્યારેક આંસુ ની વણઝાર…
જો મળી જાય બઘાને મોહબ્બત ની મંઝીલ,
તો રાત ના અંઘારા મા કોણ ચલાવશે શાયરી ની મહેફીલ…!!!
Gujarati Shayari Love
સંબંધ તો એવા જ સારા
જેમાં હક પણ ન હોય
અને કોઈ શક પણ ન હોય 🌱🌿
રૂપિયાના ઢગલા પર ઊંઘની હડતાલ છે,
પણ…
 માટીના ઓટલા પર નીંદર મહેરબાન છે !!
“એકલી હતી જીંદગી બધાની ભીડમાં,
વિચાર્યું કે કોઈ દોસ્ત નથી નસીબમાં,
પણ જયારે આપ સૌ મળ્યા ,
તો એવું લાગ્યું કે કંઈ ખાસ લખ્યું હતું હાથની રેખાઓમાં..”😊
હોય છતાં પણ કશું આપી શકો નહીં,
સ્થાન ક્યાંય પોતાનું સ્થાપી શકો નહીં!
હો જાણતલ ઊંડા તળના, ઠીક છે તો
બાકી…. હૃદય મારું માપી શકો નહીં!
Gujarati Shayari On Love
નથી ખબર કેવી પ્રીત કરું છું હું તને…
તમો નથી થાવાના મારા તો યે
દિલ ની જીદ પૂરી કરું છું હું….❤️
આ પીઝા 🍔એ તો ઇજા કરી છે,
સાહેબ…
બાકી જ્યા આવકાર ના ઓટલા હોય ને ત્યાં જ રોટલા હોય.
જીવનમાં કોણ આવ્યું ને કોણ ગયું એના કરતા,
કોણ હજી પણ સાથે ઉભું છે એ વધારે મહત્વનું છે…👍
ખબર નઈ એ દિવસો ક્યાં ખોવાઈ ગયા
જ્યાં કોઇ ને કિટ્ટા બોલતા એટલે એમને એમની ભૂલ નો અહેસાસ થઈ જતો હતો 🥺
*સ્માઈલ ઍટલે ?*
ચહેરાની લાઈટિંગ સિસ્ટમ,
મગજની કૂલિંગ સિસ્ટમ અને
હ્રદયની હિટિંગ સિસ્ટમ.
ખરાબ વિચાર ને #BREAK_UP કરો,
સદ વિચાર ને #BACKUP કરો.
તો જિંદગી એકદમ #TOPUP  થશે.
ટાઇમ નથી કોઈ ની પાસે..
પણ
ટાઇમ પાસ બધાં કરી રહ્યા છે..!
મંદિર ની બહાર સરસ વાકય લખ્યુ હતુ…..🌺
પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો.
હું માફ કરતાં થાકયો નથી….
કંઇ પામવા જેવું ન હતું મારી માટે,
તો તેની પાસે કંઈ ગુમાવવા જેવું ન હતું,
બે એવા મુસાફરો હતા અમે સાગરના કે
જેને કિનારા જેવું કંઈ ન હતું.
Gujarati Shayari For Love
❛Bye કીધા પછી પણ એક કલાક વાત થાય,
બસ
સમજી લો દોસ્તો પ્રેમ ની શરૂઆત ત્યાંથી જ થાય.❜
જે કાગળ પર અભણ નો અંગુઠો લેવાયો ,
એમાં છેલ્લો મુદ્દો હતો કે ,
મેં ઉપર ની બધી શરતો વાંચી છે…!

14 thoughts on “200+ Best Gujarati Shayari – Romantic, Love, Sad & Friendship Shayari Collection”

  1. Reading your blog is like a breath of fresh air. This post was particularly inspiring and left me with a new perspective on the topic. Your ability to approach each subject with an open mind and a positive attitude is truly commendable. Thank you for sharing your positivity and wisdom with the world! Please check my post at https://mazkingin.com

    Reply

Leave a Comment