ધનતેરસ ની શુભેચ્છાઓ, શુભકામના સંદેશ | Dhanteras Wishes in Gujarati 2024
ધનતેરસ એ દિવાળી પર્વની શરૂઆતનો દિવસ છે. આ દિવસે લોકો ધનના દેવ કુબેર અને આયુર્વેદના પિતા ભગવાન ધન્વંતરીની પૂજા કરે છે. ધનતેરસના દિવસે નવા ધન, ખાસ કરીને સોનું-ચાંદી ખરીદવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદેલી વસ્તુઓ શુભ હોય છે અને ઘરમાં સમૃદ્ધિ લાવે છે.
આ ધનતેરસ તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં ધનતેરસ શુભેચ્છાઓ, શુભકામનાઓ સંદેશ, શાયરી અને પ્રેરણાદાયી સુવિચાર લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે.
ધનતેરસની શુભેચ્છાઓ, શુભકામના સ્ટેટ્સ
આપ સર્વને ધનતેરસના પાવન પર્વની શુભકામનાઓ. ભગવાન ધન્વંતરી આપનાં જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે અને મા લક્ષ્મીજી મા સરસ્વતી સાથે જીવનમાં હર હંમેશ નિવાસ કરે એવી શુભેચ્છાઓ !🧨🎇
સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને આરોગ્યના પાવન પર્વ ધનતેરસની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. તમારું હૃદય હંમેશા પ્રેમ, સદ્ભાવના અને સંવાદિતાની સંપત્તિથી ભરેલું રહે તેવી કામના કરું છું.🪔💸
તમારી સાથે જે સબંધ છે, એ જ અનમોલ ધન છે, જેટલા સબંધ ગાઢ, તેટલી જ વધુ અમીરી, આ અમીરીને કોઈની નજર ન લાગે, એ જ અભિલાષા આ ધનતેરસની…!
ધનતેરસની શુભકામનાઓ 🪔🎇
ધનતેરસની શુભકામનાઓ 🪔🎇
D- ધન, H- હિંમત, A- ઐશ્વર્ય, N- નિધિ, T- તેજ, E- ઈજ્જત, R- રાજયોગ, A- આરોગ્ય, S- સફળતા, 'હેપ્પી ધનતેરસ ની શુભકામના'🪔🎇
ધનતેરસના દિવસે લોકો ઘરને સાફ-સફાઈ કરીને શણગારે છે. દીવા પ્રગટાવવામાં આવે છે અને રંગોળી બનાવવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને મળીને મિષ્ઠાન ખાય છે અને આનંદ માણે છે. ધનતેરસનો તહેવાર સંપત્તિ, સુખાકારી અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો છે.
0 Comments