Tokyo Olympics વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ જીત્યો સિલ્વર મેડલ, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ મળ્યો

Tokyo Olympics 2020: મીરાબાઈ ચાનિએ ટોક્યો ઓલિમ્પિક 2020માં ઈતિહાસ રચી દીધો છે. ભારત માટે મીરાબાઈ ચાનૂએ પ્રથમ મેડલ જીત્યો છે. મીરાબાઈ ચાનૂએ ક્લીન એડ જર્કના પ્રથમ પ્રયત્નમાં 110 કિલોગ્રામનો ભાર ઉઠાવ્યો છે. બીજા પ્રયત્નમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામનો વજન ઉપાડવાનો પ્રયત્ને કર્યો અને તેમાં તેને સફળતા મળી અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યું. આ સાથે જ મિરાબાઈ ચાનૂ ટોક્યો ઓલિમ્પિક 2020માં ભારત માટે પ્રથમ મેડલ જીતનાર બની ગયા છે. આ ભારતનો પ્રથમ મેડલ છે.
મીરાબાઈ ચાનૂએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મીરાબાઈ ચાનૂએ સ્નેચમાં 87 કિલોગ્રામનું વજન ઉપાડ્યું. ક્લીડ એડ જર્કમાં મીરાબાઈ ચાનૂએ 115 કિલોગ્રામ વજન ઉપાડ્યું અને ભારત માટે મેડલ જીતવામાં સફળ રહી. મીરાબાઈ ચાનૂએ વેટલિફ્ટિંગમાં ભારતને ઓલિમ્પિક ઈતિહાસમાં બીજો મેડલ અપાવ્યો છે. તે ભારત તરફથી વેટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી છે.
Nice
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.